36,મી નેશનલ ગેમ્સ 2022નું પ્રથમ વખત આયોજન ગુજરાત રાજ્યમાં થનાર છે તે અંતર્ગત ગુજરાત રાજ્યની વિવિધ શાળાઓમાં નેશનલ ગેમ્સ એવનેસ કેમ્પેઈનનું આયોજન કરવામાં આવેલ. આ સંદર્ભે ગઢડા તાલુકાની શ્રી રામપરા પ્રાથમિક શાળામાં તા.૧૬/૦૯/૨૦૨૨ના રોજ "શાળા રમતોત્સવ"નું આયોજન કરવામાં આવેલ જેમાં તમામ બાળકોએ ઉત્સાહપૂર્વ ભાગ લીધો હતો. બાળકો મોબાઇલ ગેમ્સના બદલે દેશી રમતો રમતા થાય તથા રમત ગમતનું મહત્વ સમજી જીવનમાં શારીરિક કેળવણી આપતી રમતોને સ્વીકારે તે હેતુસર તમામ બાળકોને સૌપ્રથમ કસરત થાય તેવી રમતો અપનાવવા પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. ત્યારબાદ કોથળાદોડ, ત્રિપગી દોડ, સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ, 50 મીટર દોડ, યોગ સ્પર્ધા, સિક્કા શોધ, સંગીત ખુરશી, કબડ્ડી, રસ્સા ખેંચ જેવી અનેક દેશી રમતો રમાડવામાં આવી હતી. આ પ્રસંગે સરપંચના પ્રતિનિધિ શ્રીમુકેશભાઈ ડેકાણી અને તલાટી કમ મંત્રીશ્રી નિર્મિતભાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સૌ પ્રથમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવેલ તથા કાર્યક્રમના અંતે સમાપન સભા ગોઠવી વિજેતા તમામ ખેલાડીઓને મહેમાનશ્રીઓના હસ્તે ઈનામો આપી નવાજવામાં આવ્યા હતા.