Posts

Showing posts from August, 2022

બોટાદના મામલતદારશ્રી બ્રમ્ભટ્ટના અધ્યક્ષસ્થાને ગઢડીયા ગામની ગ્રામ પંચાયત ખાતે કેટલાક પ્રશ્નોને અનુલક્ષીને મતદાનનો બહિષ્કાર ન કરવા અંગે સમજુત કરાયા*

Image
*રજૂ કરાયેલા તમામ પ્રશ્નનોને અગ્રતા આપવામાં આવશે તે અંગેની ગ્રામજનોને ખાતરી આપી*   બોટાદના મામલતદારશ્રી બ્રમ્ભટ્ટના અધ્યક્ષસ્થાને ગઈકાલે ગઢડીયા ગામની ગ્રામ પંચાયત ખાતે ગઢડીયા, નાની વીરવા અને મોટી વીરવાના ગ્રામજનો સાથે કેટલાક પ્રશ્નોને અનુલક્ષીને મીટીંગ યોજીને મતદાનનો બહિષ્કાર ન કરવા અંગે સમજુત કરાયા હતાં.              બોટાદના મદદનીશ તાલુકા વિકાસ અધિકારીશ્રી એમ. એન.માંઝરીયા, સિચાઈ વિભાગ, માર્ગ મકાન વિભાગ (પંચાયત) સહિત અન્ય સંબધિત અમલીકરણ અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી ઉક્ત બેઠકને સંબોધતા મામલતદારશ્રીબ્રમ્ભટ્ટે જણાવ્યું હતું કે, રતનપરથી મોટી વીરવા સુધીનો રસ્તો તેમજ ગઢડીયા, નાની અને મોટી વીરવા ગામોના જે સૌની યોજના અંતર્ગત તળાવો ભરવાના ગ્રામજનો તરફથી જે પ્રશ્નો રજૂ કરાયાં છે તેને અગ્રતાધોરણે હાથ ધરાશે તેમજ આ અંગેનો રિપોર્ટ સંબધિત અમલીકરણ અધિકારીઓને પણ આ અંગેનો અહેવાલ સત્વરે જિલ્લા કલેકટરશ્રીને મોકલી આપવા સુચના આપી. રજૂ કરાયેલા તમામ પ્રશ્નનોને અગ્રતા આપવામાં આવશે તે અંગેની મામલતદારશ્રીએ ગ્રામજનોને ખાતરી આપી હતી. 

બોટાદ જિલ્લાના ગઢડામાંથી ઝડપાયો ઈંગ્લીશ દારૂ અને બીયરનો મસમોટો જથ્થો

Image
 મળતી માહિતી અનુસાર ગઢડાના ગઢાળી રોડ પર આવેલી વાડી માથી લાખો રૂપિયાનો ઈંગ્લીશ દારૂ અને બીયરનો જથ્થો ઝડપાયો ત્રણ બોલેરો વાહનમાં ઈંગ્લીશ દારૂ અને બિયર રવાના થાય તે પહેલા પોલીસ ત્રાટકી પોલીસને નિહાળીને આરોપીઓ ત્રણ બોલેરો વાહન મુકીને અંધારાનો લાભ લઈને નાસી ગયા,પોલીસે ઈંગ્લીશ દારૂ અને બીયરનો જથ્થો તેમજ ત્રણ બોલેરો વાહન સહિત અંદાજીત રૂપિયા 26.70 લાખ ઉપરાંતનો મુદામાલ ઝડપી લઇને સાત શખ્સો વિરૂધ્ધ ફરીયાદ નોંધીને આરોપીઓને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યાં અહેવાલ...જયેશ પ્રજાપતિ બોટાદ

73 માં વન મહોત્સવ અંતર્ગત શિહોરની જનતાને વિનામૂલ્ય રોપા વિતરણ કરવામાં આવેલ છે

Image
  73 માં વન મહોત્સવ અંતર્ગત શિહોર તાલુકાના હરિયાણો બનાવવા માટે સામાજિક વનીકરણ રેન્જ સિહોરના આર.એસ.ઓ શ્રી તેમજ રેન્જ સ્ટાફ દ્વારા વૃક્ષ રથ કાઢી શિહોરની જનતાને વિનામૂલ્ય રોપા વિતરણ કરવામાં આવેલ છે અહેવાલ હરેશ બુધેલીયા સિહોર

વન ડે વન ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમ અંતર્ગત પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ સાહેબ અને ઝોનના મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડા આગામી દિવસોમાં ભાવનગર જિલ્લાના પ્રવાસે પધારી રહ્યા છે

Image
 આ કાર્યક્રમને કાર્યક્રમને સફળ બનાવવાના હેતુથી સમગ્ર જિલ્લાની બૃહદ બેઠક બંધન પાર્ટી પ્લોટ સિહોર ખાતે યોજાઇ... ભાવનગર જિલ્લા ભાજપા પ્રમુખ મુકેશભાઈ લંગાળિયાની અઘ્યક્ષતા માં યોજાયેલ આ બેઠકમાં પ્રદેશના ઉપાધ્યક્ષ મહેન્દ્રસિંહ સરવૈયા અને રાજ્ય સરકારના મંત્રીશ્રી આર.સી.મકવાણાએ ઉપસ્થિતિ રહી માર્ગદર્શન આપેલ... આ પ્રસંગે જિલ્લા પ્રભારીશ્રી ડો.કાનાબાર સાહેબ અને રેખાબેન ડુંગરાણી, જિલ્લા પંચાયત પ્રમુખ ભરતસિંહ ગોહિલ તેમજ ધારાસભ્યશ્રીઓ કેશુભાઇ નાકરાણી, ભીખાભાઈ બારૈયા, આત્મારામભાઈ પરમાર, પુર્વ જિલ્લા પ્રમુખ મહેન્દ્રભાઈ પનોત, હર્ષદદાદા દવે, મહામંત્રીશ્રીઓ ભૂપતભાઇ બારૈયા, કેતન બાપુ કાત્રોડીયા, હરેશભાઇ વાઘ સહિત આ કાર્યક્રમ માં પ્રદેશના હોદ્દેદારશ્રીઓ તેમજ પ્રદેશના કારોબારી સભ્યશ્રીઓ, પ્રદેશ મોરચાના તમામ હોદ્દેદારો, જિલ્લા ભાજપની સમગ્ર ટીમ જિલ્લા મોરચાના તમામ હોદ્દેદારો, જિલ્લા પંચાયતના ચૂંટણી લડેલા જીતેલા કે હારેલા તમામ આગેવાનો, મંડલ પ્રભારીશ્રીઓ અને પ્રમુખ/મહામંત્રીશ્રીઓ, તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ તમામ સમિતિના ચેરમેનશ્રીઓ, નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ તમામ સમિતિના ચેરમેનશ્રીઓ, તાલુકા અને નગરના તમામ

આમ આદમી પાર્ટી બોટાદ શહેર દ્રારા ભાંભણ રોડ નુ વિધિવત વૈદિક મંત્રોચાર સાથે ખાત મૂરત પ્રદેશ પ્રવક્તા &ભાવનગર લોકસભા પ્રમુખ ઉમેશભાઈ મકવાણા હસ્તક કરવામાં આવ્યુ,

Image
 બોટાદ માં મોટા ભાગના રોડ,, ભ્રષ્ટચાર ના કારણે તૂટેલા છે, 28/8/2022 ના બોટાદ ના ભ્રસ્ટાચારી ધારાસભ્ય સૌરભ પટેલ નો જન્મ દિવસ આમ આદમી પાર્ટી દ્રારા,, રોડ ના ખાડા પુરી, ઉજવામાં આવીયો હતો,,  આમ આદમી પાર્ટી દ્રારા તંત્ર ને રજુવાત કરી,, તાત્કાલિ ભાંભણ રોડ, મંજુર કરાવી,, 24કલાક માં રોડ નુ ખાત મૂરત પણ ઉમેશભાઈ મકવાણા ના હસ્તક કરવામાં આવ્યુ,,  જે કામ ભાજપ ના ભ્રષ્ટ ધારાસભ્ય નથી કરી સકતા તે કામો આમ આદમી પાર્ટી ના કાર્ય કરતા કરી રહિયા છે, આ કાર્યક્રમ માં ઉપસ્થિત, પ્રદેશ મહિલા ઉપાધ્યક્ષ, ગંગાબેન મકવાણા, બોટાદ જિલ્લા મહિલા ઉપાધ્યક્ષ ભાવનાબેન મકવાણા, કૈલાશબેન અને મહિલા ટીમ,, બોટાદ જિલ્લા કાર્યાલય ઇન્ચાર્જ ધીરુભાઈ રોજેસરા, બોટાદ વિધાનસભા સંગઠન મંત્રી, સાગરભાઈ મકવાણા, બોટાદ જિલ્લા પ્રમુખ, sc, મોર્ચા, લાલજીભાઈ વાધેલા , બોટાદ જિલ્લા લઘુમતી પ્રમુખ, મોલાના સૈયદ અલી કાશ્મી, બોટાદ જિલ્લા ઉપપ્રમુખ હરેશભાઇ બાવળીયા, ગીરીશભાઈ, મુન્ના ભાઈ વધેલા, બુધાભાઈ રાધવાની, કાળુભાઇ રાધવાની, વિજયભાઈ રબારી, વગેરે કાર્યકર્તા ઉપસ્થિત રહિયા હતા,

બોટાદ શહેરમાં અનેક જગ્યાએ ગણપતિ ઉત્સવની ઉજવણી કરવામાં આવી છે.

Image
  બોટાદ શહેરમાં અનેક જગ્યાએ ગણપતિ ઉત્સવની ઉજવણી કરવામાં આવી છે. સમગ્ર દેશભરમાં આજથી ગજાનન ગણપતિ મહારાજનો ઉત્સવ શરૂ થઈ ગયો છે ત્યારે બોટાદના પાળિયાદરોડ પર આવેલ પાંચપડા,વિહળનગર,ભરતનગર,શાંતિવન જેવા વિસ્તારોમાં લોકોએ ભાવપૂર્વક ગણેશજીનું સ્થાપન કરી આરાધના શરૂ કરી છે.  અહેવાલ....કિશન મેહતા બોટાદ 

રાણપુર મા મેઘાણીનગર મા આવેલ રામદેવપીર ના હિદવા ની હાકલ રામામડળ દ્વારા નવરાત્રી મહોત્સવ નો ધામધૂમ થી પ્રારંભ કરાયો હતો

Image
 મંદિર ને તોરણો અને રોશનીથી શણગારવા માં આવ્યું હતું આ પ્રસંગે બીજના દિવસે રામદેવ મહારાજ આગળ વિધિ વિધાન સાથે કુંભ સ્થાપના કરવામાં આવી હતી અને નવ દિવસ અખંડ પાઠ ને ઠાકર ની જોત કરવામાં આવી અને નવ દિવસ રાસ ગરબા નુ આયોજન કરેલ જેમા રામામંડળ દ્રારા આયોજન કરમા આવે છે.    અહેવાલ. ... સુરેશભાઈ સાકરિયા  રાણપુર

હળવદમાં ખાડાઓ ના લીધે જનતાને ભારે હલાકી

Image
  હળવદ શહેરમાં રસ્તામાં ખાડાઓના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડે છે જેમાં મોટા વાહનો હોય એમને નીકળવા સમયે ટ્રાફિક થાય એટલે અન્ય નાગરીકો ને સમય નો બગાડ થતો હોય છે અને સાથે સિનિયર સિટીઝન હોય તેમને કમર દર્દ હોય એટલે વધુ તકલીફ પડે છે અને એક બાજુ ચીફ ઓફિસર ની પણ હાજરી નિયમિત હાજરી નિયમિત ન હોવાથી જનતાના પ્રશ્નો નિરાકરણ આવતું નથી હળવદમાં સારા ચીફ ઓફિસર નીચે લોકમાં ઉઠવા પામી છે. અહેવાલ....ફિરોજ મલેક ભાવનગર 

આમ આદમી પાર્ટી ગુજરાત થકી રાણપુર તાલુકા અને બોટાદ જિલ્લામાં શિક્ષિત અને યુવા નેતા તરીકે ઉભરતો ચહેરો એવા ગોવિંદભાઈ રમેશભાઇ મેણીયા આવનારી વિધાનસભા ચુંટણી માં 59 ધંધુકા વિધાનસભા બેઠક પર દાવેદારી નોંધાવવા ની ઈચ્છા વ્યક્ત કરી છે.

Image
 આમ આદમી પાર્ટી ગુજરાત થકી રાણપુર તાલુકા અને બોટાદ જિલ્લામાં શિક્ષિત અને યુવા નેતા તરીકે ઉભરતો ચહેરો એવા ગોવિંદભાઈ રમેશભાઇ મેણીયા જેઓ નું વતન રાણપુર તાલુકા નું બુબાવાવ (બુબડી) ગામ છે.       જેઓ અનેક પ્રકારની સેવાકીય અને સામાજિક પ્રવૃતિઓ માટે કાર્ય કરતા આવ્યા છે.     વ્યવસાયે તેઓ વ્યાપાર ધંધા અને ખેતી સાથે સંકળાયેલા છે. આમ આદમી પાર્ટી નાં શિક્ષિત યુવા કાર્યકર્તા તરીકે આવનારી વિધાનસભા ચુંટણી માં 59 ધંધુકા વિધાનસભા બેઠક પર દાવેદારી નોંધાવવા ની ઈચ્છા વ્યક્ત કરી છે. અહેવાલ....સુરેશભાઈ સાકરિયા રાણપુર 

રાણપુર તાલુકા માં વિરામ બાદ વરસાદ ની ધમાકેદાર એન્ટ્રી

Image
 આજ રોજ રાણપુર તાલુકા માં વિરામ બાદ અચાનક વાતાવરણ મા પલટો થતા વરસાદ ની ધમાકેદાર શરૂઆત થઈ હતી જેમા ધારપીપળા સાંગણપુર ગઢિયા દેરડી અલમપુર ઉમરાળા કુંડલી બુબાવાવ રાજપરા અણીયાળી કેરીયા સમગ્ર પંથક મા ૧ એક ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો ત્યારે વિરામ બાદ વરસાદ વરસતા ખેડૂતો માં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.   અહેવાલ ... સુરેશભાઈ સાકરિયા રાણપુર

દેવ ભૂમિ પંચાળ નુ પવિત્ર તીર્થ ધામ અને પ્રચલીત અને સાંસ્કૃતિક ભાતીગળ લોક મેળો એટલે તરણેતર નો મેળો

Image
આજ રોજ ભાદરવા મહિના ની ગણેશ ચોથ ના દિવસે તરણેતર ખાતે ત્રિનેત્રેશ્વર મહાદેવ ના મંદિરે પૂજન વિધિ અને અભિષેક કરી બાવન ગજ ની ધજા પૂજ્ય શ્રી વિસામણ બાપુની જગ્યાના મહંત શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર નિર્મળાબા ઉનડબાપુ ના હસ્તે પરંપરા મુજબ ચડાવવામા આવેલ હતી... આ સમયે ત્યાં વર્ષો થી ચાલી આવતા પરંપરા મુજબ ખુબ માનવ મેદની એકત્રિત થાય છે ભાતીગળ સાંસ્કૃતિક લોકમેળો પણ યોજાય છે... વર્ષો થી આ મંદિર ની પરંપરા મુજબ *પરમ પૂજ્ય શ્રી વિસામણબાપુ દ્વારા તરણેતર ત્રિનેત્રેશ્વર મંદિરે પોતાની પાઘડી છોડી અને ધજા બાંધેલી ત્યારથી આજ સુધી પાળીયાદ વિહળધામ જગ્યાના ના મહંતશ્રી ના હસ્તે પૂજનવિધિ અને અભિષેક કર્યા બાદ બાવન ગજ ની ધજા ચડાવવામા આવે છે અને પછીજ મેળા ની શરૂઆત થાય છે... આ કાર્યક્રમ મા સુરેન્દ્રનગર જિલ્લા ના અધિકારીશ્રીઓ તેમજ થાન અને ચોટીલા તાલુકા ના પદાધિકારીઓ હાજર રહેલ હતા... આજ રોજ તા.૩૧/૮/૨૦૨૨ ને બુધવાર ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે ધામ ધૂમ થી સમસ્ત તરણેતર ગામજનો ની હાજરી મા *પાળીયાદ જગ્યા ના મહંત શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર નિર્મળાબા ઉનડબાપુ ના શુભ હસ્તે ધજા રોહણ કરવામા આવેલ તેમજ જગ્યાના સંચાલક તેમજ અ.ભા.સં.સ ના સ

બોટાદ ના તુલસી એમ્પાયર શોપિંગ સેન્ટર દ્વાર ધામ ધુમથી ગણેશ મહોત્સવ નું આયોજન

Image
  બોટાદ ના રેલવેસ્ટેશન રોડ પર આવેલ તુલસી એમ્પાયર નામના શોપિંગ સેન્ટર દ્વારા છેલ્લા 4 વર્ષ થી ગણેશ મહોત્સવ નું આયોજન કરવામાં આવે છે આ વર્ષે પણ તુલસી એમ્પાયર ગ્રુપ દ્વારા ગણેશ મહોત્સવ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છૅ જેમાં ગણેશ ચતુર્થી ના પવિત્ર દિવસે સવારે ડી.જે ના તાલ સાથે ગરવા ગજાનંન ના સામૈયા કરવામાં આવ્યા હતા ત્યારબાદ શોપિંગ માં ગણેશજી સ્થાપના કરીને પૂજા અર્ચના કરવામાં આવી હતી આ ગણેશ મહોત્સવ નુ આયોજન 10 દિવસ સુધી કરવામાં આવ્યું છે જેમાં દરરોજ રાત્રે 9.30 કલાકે દાદા ની આરતી કરવામાં આવશે તો દાદા ની આરતી નો લાભલેવા તુલસી એમ્પાયર ગ્રુપ દરેક ભાવિક ભક્તો ને હાર્દિક આમઁત્રણ પાઠવે છૅ

બોટાદ શહેરમાં વરસાદી માહોલ

Image
  બપોર પછીના ભારે ઉકળાટ બાદ ધરતીને પાણી ના છાંટણા થી ભીંજવતા મેઘરાજા બપોર ના સમય બાદ બોટાદ શહેરમાં વાદળછાયું વાતાવરણ રહ્યું તેમજ અમુક જગ્યાએ હલકા હલકા વરસાદી છાંટા...#botadecouro #botad #botadkiawaaznews #botadkiawaaz #botadepeão #rain #rainyday

ગણેશ ચતુર્થી નિમિતે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને દિવ્ય શણગાર એવં મારૂતિ યજ્ઞ તથા ગણપતિદાદાનું પૂજન-અર્ચન-આરતી

Image
    શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત વિશ્વવિખ્યાત સાળંગપુરધામમાં શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે ગણેશ ચતુર્થી નિમિત્તે તા.31-08-2022ને બુધવારના રોજ પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની શુભ પ્રેરણાથી એવં કોઠારીશ્રી વિવેકસાગરદાસ સ્વામીના માર્ગદર્શનથી શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને સવારે ૭ કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવેલ. ગણેશ ચતુર્થી અંતર્ગત સવારે ૮:૩૦ કલાકે પવિત્ર બ્રાહ્મણો દ્વારા મંત્રો-પૂજા પાઠ-કરી પ.પૂ.નારાયણમુની સ્વામી દ્વારા ગણપતિજીની આરતી કરવામાં આવેલ. મંદિરના પટાંગણમાં મારૂતિ યજ્ઞનું આયોજન કરેલ જેનો હજારો ભક્તોએ Salangpur Hanumanji – Official યુટ્યુબ ચેનલ પર તથા પ્રત્યક્ષ લાભ લઈ ધન્યતાનો અનુભવ કરેલ. રિપોર્ટર:ચિંતન વાગડીયા બરવાળા