બોટાદના મામલતદારશ્રી બ્રમ્ભટ્ટના અધ્યક્ષસ્થાને ગઢડીયા ગામની ગ્રામ પંચાયત ખાતે કેટલાક પ્રશ્નોને અનુલક્ષીને મતદાનનો બહિષ્કાર ન કરવા અંગે સમજુત કરાયા*


*રજૂ કરાયેલા તમામ પ્રશ્નનોને અગ્રતા આપવામાં આવશે તે અંગેની ગ્રામજનોને ખાતરી આપી*


 

બોટાદના મામલતદારશ્રી બ્રમ્ભટ્ટના અધ્યક્ષસ્થાને ગઈકાલે ગઢડીયા ગામની ગ્રામ પંચાયત ખાતે ગઢડીયા, નાની વીરવા અને મોટી વીરવાના ગ્રામજનો સાથે કેટલાક પ્રશ્નોને અનુલક્ષીને મીટીંગ યોજીને મતદાનનો બહિષ્કાર ન કરવા અંગે સમજુત કરાયા હતાં. 


            બોટાદના મદદનીશ તાલુકા વિકાસ અધિકારીશ્રી એમ. એન.માંઝરીયા, સિચાઈ વિભાગ, માર્ગ મકાન વિભાગ (પંચાયત) સહિત અન્ય સંબધિત અમલીકરણ અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી ઉક્ત બેઠકને સંબોધતા મામલતદારશ્રીબ્રમ્ભટ્ટે જણાવ્યું હતું કે, રતનપરથી મોટી વીરવા સુધીનો રસ્તો તેમજ ગઢડીયા, નાની અને મોટી વીરવા ગામોના જે સૌની યોજના અંતર્ગત તળાવો ભરવાના ગ્રામજનો તરફથી જે પ્રશ્નો રજૂ કરાયાં છે તેને અગ્રતાધોરણે હાથ ધરાશે તેમજ આ અંગેનો રિપોર્ટ સંબધિત અમલીકરણ અધિકારીઓને પણ આ અંગેનો અહેવાલ સત્વરે જિલ્લા કલેકટરશ્રીને મોકલી આપવા સુચના આપી. રજૂ કરાયેલા તમામ પ્રશ્નનોને અગ્રતા આપવામાં આવશે તે અંગેની મામલતદારશ્રીએ ગ્રામજનોને ખાતરી આપી હતી. 

Comments

Popular posts from this blog

બોટાદ જિલ્લાના રાણપુર પંથકમાં તંત્ર દ્વારા ગૌચરની જમીન નું દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાઈ

સરકારશ્રીની નશાબંધી નીતિની ચુસ્ત અમલવારી કરાવતી બોટાદ જિલ્લા પોલીસ

બોટાદ-રાણપુર અળવના પાટિયા પાસે આવેલ નાળું બેસી જવા ની ધટના સામે આવી...