દેવ ભૂમિ પંચાળ નુ પવિત્ર તીર્થ ધામ અને પ્રચલીત અને સાંસ્કૃતિક ભાતીગળ લોક મેળો એટલે તરણેતર નો મેળો
આજ રોજ ભાદરવા મહિના ની ગણેશ ચોથ ના દિવસે તરણેતર ખાતે ત્રિનેત્રેશ્વર મહાદેવ ના મંદિરે પૂજન વિધિ અને અભિષેક કરી બાવન ગજ ની ધજા પૂજ્ય શ્રી વિસામણ બાપુની જગ્યાના મહંત શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર નિર્મળાબા ઉનડબાપુ ના હસ્તે પરંપરા મુજબ ચડાવવામા આવેલ હતી...
આ સમયે ત્યાં વર્ષો થી ચાલી આવતા પરંપરા મુજબ ખુબ માનવ મેદની એકત્રિત થાય છે ભાતીગળ સાંસ્કૃતિક લોકમેળો પણ યોજાય છે...
વર્ષો થી આ મંદિર ની પરંપરા મુજબ *પરમ પૂજ્ય શ્રી વિસામણબાપુ દ્વારા તરણેતર ત્રિનેત્રેશ્વર મંદિરે પોતાની પાઘડી છોડી અને ધજા બાંધેલી ત્યારથી આજ સુધી પાળીયાદ વિહળધામ જગ્યાના ના મહંતશ્રી ના હસ્તે પૂજનવિધિ અને અભિષેક કર્યા બાદ બાવન ગજ ની ધજા ચડાવવામા આવે છે અને પછીજ મેળા ની શરૂઆત થાય છે...
આ કાર્યક્રમ મા સુરેન્દ્રનગર જિલ્લા ના અધિકારીશ્રીઓ તેમજ થાન અને ચોટીલા તાલુકા ના પદાધિકારીઓ હાજર રહેલ હતા...
આજ રોજ તા.૩૧/૮/૨૦૨૨ ને બુધવાર ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે ધામ ધૂમ થી સમસ્ત તરણેતર ગામજનો ની હાજરી મા *પાળીયાદ જગ્યા ના મહંત શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર નિર્મળાબા ઉનડબાપુ ના શુભ હસ્તે ધજા રોહણ કરવામા આવેલ તેમજ જગ્યાના સંચાલક તેમજ અ.ભા.સં.સ ના સદસ્ય પુ.શ્રી ભયલુબાપુ તેમજ પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા, પૂજ્ય કીશોરબાપુ, તરણેતર મેળા ની કમિટી ના સદસ્યો,તરણેતર ગામ ના સરપંચ શ્રી અજુભા ચંદુભા રાણા,થાન તાલુકા વિકાસ અધિકારીશ્રી તેમજ શ્રી રામકુભાઇ ખાચર,મેરુભાઈ ખાચર, જોરૂભાઈ ખુમાણ, કાતર દાદબાપુ વરું, શ્રી કિશોરભાઈ ધાધલ પ્રમુખ શ્રી apmc રાણપુર,શ્રી ભરતભાઈ ધાધલ પ્રમુખ શ્રી કાઠી ક્ષત્રિય સમાજ,શ્રી મેરુભાઇ ખાચર,શ્રી પ્રદીપભાઈ ખાચર,શ્રી વિજયભાઈ જળુ, શ્રી ભુપતભાઈ કાંધાસર, તેમજ ઠાકર ના સેવકો શ્રી લક્ષ્મણભાઈ,શ્રી નાગજીભાઈ,શ્રી ધરમશીભાઈ,શ્રી મનસુખભાઈ શ્રી ઘનશ્યામભાઈ, બરોડા, સુરત, અમદાવાદ,મુંબઈ, થી પણ હાજર રહેલ હતા તેમજ ભાવિક ભક્તો ને પુ. શ્રી બા ના આશીર્વચન આપવામા આવેલ હતા તેમજ વિહળ પરીવાર સેવક સમુદાય પણ આ કાર્યક્રમ મા ખુબ વિશાળ સંખ્યામા જોડાયો હતો...
આ સમગ્ર કાર્યક્રમ બાદ જગત ના પત્યક્ષ આરાધ્ય દેવ તેમજ કાઠી ક્ષત્રિય સમાજ ના ઇષ્ટદેવ ભગવાન શ્રી સૂર્યનારાયણ દેવ ના મંદિર નવા સૂરજદેવળ ખાતે પુ.બા શ્રી તેમજ ઠાકર પરીવાર સૂર્યનારાયણ દેવ ના દર્શન તેમજ આશીર્વાદ લેવા તેમજ શ્રી સુરજદેવળ મંદિર ટ્રસ્ટ દ્વારા પુ. બા શ્રી નુ ઢોલ ઘોડા સાથે ભવ્ય સામૈયું કરવામાં આવેલ હતું...ત્યાર બાદ તમામ ભાવિક ભક્તો અને વિહળ પરીવાર સેવક સમુદાય નવા સુરજદેવળ મંદિર ખાતે બપોર ના ૧:૦૦ કલાકે ભોજન પ્રસાદ લીધેલ હતો...*
આ ભોજન પ્રસાદ રસોઈ ના દાતા સુરજદેવળ મંદિર ના ટ્રસ્ટી ભરતભાઈ ધાધલ એમના દીકરા સ્વ: નાગરાજભાઈ ધાધલ ના નિમિતે આપેલ હતી...
અહેવાલ...વનરાજભાઈ ધાધલ
Comments
Post a Comment