ગણેશ ચતુર્થી નિમિતે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને દિવ્ય શણગાર એવં મારૂતિ યજ્ઞ તથા ગણપતિદાદાનું પૂજન-અર્ચન-આરતી


    શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત વિશ્વવિખ્યાત સાળંગપુરધામમાં શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે ગણેશ ચતુર્થી નિમિત્તે તા.31-08-2022ને બુધવારના રોજ પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની શુભ પ્રેરણાથી એવં કોઠારીશ્રી વિવેકસાગરદાસ સ્વામીના માર્ગદર્શનથી શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને સવારે ૭ કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવેલ. ગણેશ ચતુર્થી અંતર્ગત સવારે ૮:૩૦ કલાકે પવિત્ર બ્રાહ્મણો દ્વારા મંત્રો-પૂજા પાઠ-કરી પ.પૂ.નારાયણમુની સ્વામી દ્વારા ગણપતિજીની આરતી કરવામાં આવેલ. મંદિરના પટાંગણમાં મારૂતિ યજ્ઞનું આયોજન કરેલ જેનો હજારો ભક્તોએ Salangpur Hanumanji – Official યુટ્યુબ ચેનલ પર તથા પ્રત્યક્ષ લાભ લઈ ધન્યતાનો અનુભવ કરેલ.


રિપોર્ટર:ચિંતન વાગડીયા બરવાળા

Comments

Popular posts from this blog

બોટાદ જિલ્લાના રાણપુર પંથકમાં તંત્ર દ્વારા ગૌચરની જમીન નું દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાઈ

સરકારશ્રીની નશાબંધી નીતિની ચુસ્ત અમલવારી કરાવતી બોટાદ જિલ્લા પોલીસ

બોટાદ-રાણપુર અળવના પાટિયા પાસે આવેલ નાળું બેસી જવા ની ધટના સામે આવી...