બોટાદ શહેર ખાતે વકીલ પેટ્રોલ પંપ પાસે ટ્રાફિક સિગ્નલનું લોકાર્પણ કરતા સામાજિક ન્યાય અને અધિકારિતા તથા મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી ભાનુબેન બાબરિયા

બોટાદ શહેર ખાતે વકીલ પેટ્રોલ પંપ પાસે ટ્રાફિક સિગ્નલનું લોકાર્પણ કરતા સામાજિક ન્યાય અને અધિકારિતા તથા મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી ભાનુબેન બાબરિયા બોટાદ શહેર ખાતે વકીલ પેટ્રોલ પંપ પાસે રૂ. ૧૦ લાખના ખર્ચે નિર્માણ પામેલા ટ્રાફિક સિગ્નલનું સામાજિક ન્યાય અને અધિકારિતા તથા મહિલા અને બાળ કલ્યાણ વિભાગના અને બોટાદ જિલ્લાના પ્રભારી મંત્રી ભાનુબેન બાબરિયાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. બોટાદ જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ વિભાગ તેમજ ટેક્સપિન, જાયન્ટ્સ ગ્રુપ, બોટાદના સહયોગથી આ સિગ્નલ તૈયાર કરવામાં આવ્યું છે. શહેરના ટ્રાફિક વ્યવસ્થાને વધુ સુવ્યવસ્થિત અને સુરક્ષિત બનાવવા માટે આ સિગ્નલ મહત્વપૂર્ણ ભુમિકા ભજવશે. લોકાર્પણના આ કાર્યક્રમ જિલ્લા પંચાયતના પ્રમુખ જેઠીબેન પરમાર, જિલ્લા કલેક્ટર ડો. જીન્સી રોય, જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુડાનિયા, નિવાસી અધિક કલેક્ટર પી.એલ.ઝણકાત, બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક કે.એફ.બલોલિયા, બોટાદ નગરપાલિકાના પ્રમુખ સહિતના અધિકારીઓ તેમજ ધર્મિષ્ઠાબેન, અગ્રણી પાલજીભાઈ પરમાર, મયૂરભાઈ પટેલ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા...