સરકારશ્રીની નશાબંધી નીતિની ચુસ્ત અમલવારી કરાવતી બોટાદ જિલ્લા પોલીસ


 રાજ્ય સરકારશ્રી નશાબંધી અને જુગાર પ્રતિબંધક નિતીને સપુર્ણ પણે વરેલી છે અને તેના માટે અત્રેના જિલ્લામાં નશાબંધી અધિનિયમ અને જુગારધારા નો કડક અમલ થાય તે આવશ્યક છે. જેથી જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનોમાં દારૂ-જુગાર તેમજ NDPS જેવી બદીએા ઉપર સંપુર્ણ કાળુ મેળવવા સારૂ શ્રી અશોક કુમાર (IPS), પોલીસ મહાનિરીક્ષકશ્રી, ભાવનગર વિભાગ, ભાવનગર નાએા દ્વારા સતત સૂચના અને માર્ગદર્શન મળતું હતું. શ્રી કે.એફ.બળોલીયા (IPS) , પોલીસ અધિક્ષકશ્રી, બોટાદ નાએાની રાહબારી હેઠળ શ્રી મહર્ષિ રાવલ, વિભાગીય પોલીસ અધિકારી, બોટાદ વિભાગ, બોટાદ નાએા અને એલ.સી.બી. પો.ઈન્સ.શ્રી એ.બી.દેવધા પોતાની ટીમ સાથે જિલ્લાના ગઢડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં સાથે હતા, ત્યારે બાતમી/હકિકત મળેલ કે ગઢડા-ગઢાળી રોડ પર ખાવેલ ભરતભાઈ વાલેરાભાઈ ચાવડાની વાડીએ ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બીયરોનો જથ્થો ઉતારેલ છે અને ત્યાંથી અલગ-અલગ સ્થાનો પર આ જથ્થો હેરફેર કરવાની તૈયારીએા ચાલી રહી છે.

                         બાતમી આધારે હકિકત વાળા સ્થળ પર વિભાગીય પોલીસ અધિકારીશ્રી બોટાદ વિભાગ બોટાદ અને એલ.સી.બી.ની ટીમ દ્વારા સંયુક્ત રીતે રેઈડ કરતા અલગ-અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ બોટલ નંગ – ૪૨૭૮ અને કુલ બીયર ટીન નંગ – ૩૪૩૧ મળી કુલ રૂ.૨૦,૫૮,૭૧૦/- કિંમતનો દારૂ-બીયરનો જથ્થો અને ત્રણ બોલેરો પીકઅપ વાનની કુલ કિંમત રૂ.૬,૦૦,૦૦૦/- ગણી કુલ રૂ.૨૬,૬૮,૭૧૦/- નો મુદ્દામાલ કરજે કરી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી છે.


Comments

Popular posts from this blog

બોટાદ જિલ્લાના રાણપુર પંથકમાં તંત્ર દ્વારા ગૌચરની જમીન નું દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાઈ

બોટાદ-રાણપુર અળવના પાટિયા પાસે આવેલ નાળું બેસી જવા ની ધટના સામે આવી...